મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 22 મે ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, બાજરો, મેથી, લાલ ચોળી, અડદ, ચણા, એરંડા, તુવેર અને રાયડો તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 1131 ક્વિન્ટલ એટલે કે 5655 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 518 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 72 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3900 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1400, તલના 1960, મગફળીના 950, બાજરાના 530, મેથીના 865, લાલ ચોળીના 1516, અડદના 1384, ચણાના 1076, એરંડાના 1194, તુવેરના 1298 અને રાયડાના 1053 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 460 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 1400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 260 રૂપિયા ભાવ બોલાયા છે.