મોરબી : મોરબીમાં આજે ધો. ૧૨ની બોર્ડની પરીક્ષામાં કુલ ૫૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. કુલ ૪૯૬૯માંથી ૪૯૧૩ છાત્રોએ પેપર આપ્યું હતું. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ધો. ૧૨નું બીજું પેપર પૂર્ણ થયું હતું. મોરબીમાં ધો. ૧૨ની બોર્ડની પરીક્ષામાં આજે બીજે દિવસે આંકડાશાસ્ત્ર નવા કોર્સમાં ૪૬૬૬ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૩૫ ગેરહાજર, આંકડાશાસ્ત્ર જુના કોર્સમાં ૨૧૯ હાજર જ્યારે ૧૭ ગેરહાજર, ઇતિહાસના જુના અને નવા કોર્સમાં ૨૮ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૪ ગેરહાજર રહ્યા હતા. આમ કુલ ૪૯૬૯ વિદ્યાર્થીઓમાંથી ૪૯૧૩ વિદ્યાર્થીઓએ હાજર રહીને પેપર આપ્યું હતું. કુલ ૫૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en