રવાપર ગામની સદગુરુ સોસાયટીમાં સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સદગુરુ સોસાયટીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની 56 બોટલ કબ્જે કરી કાર સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ભરતભાઈ કાનજીભાઈ ચાવડા પોતાની બ્રેઝા કાર નંબર જીજે-36-એલ-3120માં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે જેને પગલે પોલીસે આરોપીના રવાપર ગામ નજીક આવેલ સદગુરુ સોસાયટીમાં દરોડો પાડતા બ્રેઝા કાર નંબર જીજે-36-એલ-3120માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 56 બોટલ મળી આવતા પોલીસે રૂ.26510નો વિદેશી દારૂ અને 5 લાખની કાર મળી 5,26,510નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ફરાર જાહેર કર્યો હતો.