મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 25 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, ચણા, એરંડા, કાળાતલ અને વરિયાળી ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 550 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1496 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 270 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 548 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 99 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1940 રૂપિયા સુધી બોલાયા હતા. તો જીરુંના 3540, બાજરાના 500, તુવેરના 1200, ચણાના 1070, એરંડાના 1264, કાળા તલના 2550 અને વરિયાળીના 1070 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 280 રૂપિયા ભાવ બોલાયા છે.