સૌથી વધુ કેશવનગર જીવાપર બૂથમાં 65.36 ટકા મતદાન મોરબી : વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં પ્રથમ ચરણમાં આજે મોરબી જિલ્લાની ત્રણયે બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ છે ત્યારે મોરબી - માળીયા બેઠકમાં સવારથી મતદારો ઉત્સાહભેર લાઈનો લગાવી મતદાન માટે નીકળ્યા છે, ખાસ કરીને મોરબી માળીયા બેઠક ઉપર ટોપ તેન બૂથમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 55થી 65 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના સત્તાવાર આંકડા મુજબ આજે સવારથી મોરબી માળીયા બેઠકના જીવાપર કેશવનગર બૂથમાં સૌથી વધુ 65.36 ટકા મતદાન થયું છે જયારે ભરતનગર -1 બૂથમાં 64.29, શક્તિનગર રવાપર નદી બૂથમાં 60.09, સોનગઢ બૂથમાં 59.63, ધરમપુર -1 બૂથમાં 58.41, ભરતનગર -1 બૂથમાં 58.28, લક્ષ્મીવાસ બૂથમાં 57.11, નવા સાદુળકા -2 બૂથમાં 56.94, મહેન્દ્રનગર -6 બૂથમાં 56.27 અને મંદિરકી બૂથમાં 55.49 ટકા મતદાન થયું હતું.