મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત પરીક્ષા હવે અંતિમ પડાવ તરફ આગળ ધપી રહી છે ત્યારે આજે બપોર બાદ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી અને ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં અંગ્રેજી વિષયમાં નોંધાયેલા 6741 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 6686 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતી વિષયમાં નોંધાયેલ તમામ 177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે અનિવાર્ય કાવ્ય વિષયમાં નોંધાયેલ તમામ 10 વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં હાજર રહ્યા હતા.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..