સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે 42, સભ્ય માટે 217 તથા પેટા ચૂંટણીમાં સરપંચ માટે 13 અને સભ્ય માટે 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યામોરબી : મોરબી તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. કુલ 55 ઉમેદવારોએ સરપંચ બનવા ફોર્મ ભર્યા છે. હવે આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. મોરબી તાલુકાના અમરાપર (ના.), આમરણ, ઉંટબેટ શામપર , ઓમનગર, કેરાળી, કેશવનગર, ખારચીયા, ગીડચ, ગુંગણ, ધુનડા (સ.) જીવાપર (આ.), ડાયમંડનગર, ધુળકોટ, નવા સાદુળકા, નાગલપર, ફાટસર, બીલીયા, બેલા (આ.), રાજપર(કુંતાશી), રામપર (પાડાબેકર), લક્ષ્મીનગર, સોલંકીનગર, ઝીંઝુડા, ધરમપુર સહિતની 24 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજનાર છે. તથા 39 ગામો અને 61 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. મોરબી તાલુકામાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે 42, સભ્ય માટે 217 તથા પેટા ચૂંટણીમાં સરપંચ માટે 13 અને સભ્ય માટે 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે આવતીકાલે ફોર્મની ચકાસણી થશે. ત્યારબાદ તા.11ના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હશે. તા.22ના રોજ મતદાન થશે અને તા.25ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.