મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 23 જુલાઈ ને બુધવારના રોજ વિવિધ જણસીઓની નોંધપાત્ર આવક જોવા મળી હતી. જેમાં ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, ધાણા, ચણા, એરંડા, કાળા તલ, ગુવારના બી અને સીંગદાણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સૂકી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 535 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને તેના સૌથી ઊંચા ભાવ રૂપિયા 541 પ્રતિ મણ બોલાયા હતા.યાર્ડમાં આજે 160 ક્વિન્ટલ તલની આવક થઈ હતી, જેના સૌથી ઊંચા ભાવ રૂપિયા 1850 સુધી પહોંચ્યા હતા. તો મગફળીના 1026, જીરુંના 3620, બાજરાના 557, તુવેરના 1254, ધાણના1290, ચણાના 1184, એરંડાના 1271, સીંગદાણાના 1492, ગુવારના બીના 920, કાળા તલના 3636 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીના ભાવ ગઈકાલની જેમ જ સ્થિર રહ્યા હતા. આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.