મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મોરબી તાલુકાના 53 અને માળિયા તાલુકાના 126 લાભાર્થીઓને સહાયની રકમ ચૂકવવામાં આવી હતી.વડાપ્રધાન મોદીના હસ્તે પ્રધાનમન્ત્રી આવાસ યોજનાના ઈ લોકાર્પણ પ્રસંગે મોરબી વિધાનસભાના કાર્યક્રમમાં મોરબી માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદીપભાઈ વાળા, મગનભાઇ વડાવિયા તેમજ જિલ્લા ભાજપના મહામઁત્રી કે એસ અમૃતિયા તથા નાયબ કલેક્ટર ડોબરીયાએ પ્રેરક ઉદ્દબોધન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાપ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ સહાય પેટે પ્રતિ લાભાર્થીને રૂપિયા 1.20 લાખ આપવામાં આવે છે તેમજ મનરેગામાંથી મજૂરીના રૂપિયા 23,040 આપવામાં આવે છે. આ ઉપરાંત શૌચાલયના બાંધકામ માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ₹12,000ની સહાય આપવામાં આવે છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ હપ્તો મળ્યાની તારીખથી છ માસના સમયગાળામાં આવાસ પૂર્ણ થયે વધારાની રકમ રૂપિયા 20,000ની સહાય આપવામાં આવે છે. આમ મળી કુલ 1,75,040ની સહાય આપવામાં આવે છે. જે લાભાર્થીના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં આ સહાય અંતર્ગત મોરબી તાલુકામાં 53 આવાસોનુ બાંધકામ પૂર્ણ થતા આવા લાભાર્થીઓને કુલ રૂપિયા 88.20 લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ માળિયા તાલુકામાં 126 આવાસોનું બાંધકામ પૂર્ણ થતા આવા લાભાર્થીઓને કુલ રૂપિયા 151 લાખની સહાય ચૂકવવામાં આવી છે.આ સાથે મોરબી નગરપાલિકા દ્વારા આંતરમાળખાકીય સુવિધાઓ પણ આવાસ યોજનામાં આપવામાં આવેલ છે. હાલ દલવાડી સર્કલથી આવાસ યોજનાનો સીસી રોડ પણ મંજૂર કરાયો છે. જેનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે. આમ સંપૂર્ણ સુવિધાસભર આવાસો વિવિધ શહેરોના જરૂરીયાતમંદ લોકોને ફાળવવા માટે સરકાર અગ્રીમ પગલા લઈ રહી છે.