જિલ્લામાં 11,75,369 પૈકી 6,25,815 લોકોના ઈ-કેવાયસી થતા 53.24 ટકા કામગીરી પૂર્ણ મોરબી : રાજ્યમાં ઈ-કેવાયસીની મુદત પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પુરવઠા તંત્રએ ઈ-કેવાયસીમા નોંધપાત્ર કામગીરી કરી છે. મોરબી જિલ્લામાં નોંધાયેલ 1.50.996 રેશનકાર્ડ ધારકોની કુલ 11,75,369 જન સંખ્યા સામે 23 ડિસેમ્બરની સ્થિતિએ 6,25,815 લોકોના ઈ-કેવાયસી થતા 53.24 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછી કામગીરીમાં અમદાવાદ જિલ્લામાં માત્ર 14.67 ટકા કામગીરી જ થઇ છે.રાજ્યના રેશનકાર્ડ ધારકો માટે 31મી ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કરી લેવાની મુદત આપવામાં આવી છે પરંતુ 31 ડિસેમ્બર આડે હવે છ દિવસ જેટલો સમય બાકી રહેવા છતાં રાજ્યના એક પણ જિલ્લામાં 100 ટકા તો ઠીક 75 ટકા પણ ઈ-કેવાયસી થયા નથી. જો કે, મોરબી જિલ્લામાં ઈ-કેવાયસીની કામગીરી અન્ય જિલ્લાની તુલનાએ ખુબ સારી છે. સરકારની ગાઇડલાઇન મુજબ રેશનકાર્ડમાં સમાવિષ્ઠ તમામ લોકોને ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે ત્યારે મોરબી જિલ્લામાં નોંધાયેલ 1.50.996 રેશનકાર્ડ ધારકોની કુલ 11,75,369 જન સંખ્યા સામે 23 ડિસેમ્બરની સ્થિતિએ 6,25,815 લોકોના ઈ-કેવાયસી થતા 53.24 ટકા કામગીરી પૂર્ણ થઇ છે અને હવે 46.76 ટકા કામગીરી બાકી છે.સમગ્ર રાજ્યમાં ઈ-કેવાયસીની સૌથી અસરકારક કામગીરી તાપી જિલ્લામાં થઇ છે. તાપી જિલ્લામાં કુલ 8,38,927 જન સંખ્યા પૈકી 6,11,746 લોકોના ઈ-કેવાયસી થયા છે અને હજુ 2,27,181 લોકોના ઈ-કેવાયસી બાકી રહેતા જિલ્લામાં કુલ 72.92 ટકા ઈ-કેવાયસી થયા છે. સમગ્ર રાજ્યની સ્થિતિ જોઈએ તો તા.23 ડિસેમ્બરની સ્થિતિએ રાજ્યમાં કુલ 6,60,51,911 જનસંખ્યા પૈકી 3,19,01,066 લોકોના ઈ-કેવાયસી થયા છે અને હજુ પણ 3,41,50,845 લોકો બાકી રહેતા હોય રાજ્યમાં કુલ 48.30 ટકા ઈ-કેવાયસી થયા છે અને હજુ પણ 51.70 ટકા લોકોના ઈ-કેવાયસી બાકી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યમાં પણ સૌથી વધુ 1,61,05,446 લોકોએ માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરી ઈ-કેવાયસી કર્યું હોવાનું સામે આવ્યું છે.___________________________________________સૌરાષ્ટ્રમાં ઈ-કેવાયસીની સ્થિતિ જિલ્લો - કુલ જન સંખ્યા - ઈ-કેવાયસી - બાકી ઈ-કેવાયસી રાજકોટ - 3783837 -1214648 - 2569189જામનગર - 1565423 - 759681 - 805742 પોરબંદર - 664785 - 270795 - 393990 મોરબી - 1175369 - 625815 - 549554 ભાવનગર - 2904618 - 1406317 - 1498301 અમરેલી - 1842447 - 899038 - 943409 કચ્છ - 2452884 - 944061 - 1508823 સુરેન્દ્રનગર - 1812129 - 979342 - 832787 દ્વારકા - 836227 - 522284 - 313943 જુનાગઢ - 1626763 - 1108886 - 517877 ગીર સોમનાથ - 1332133 - 958352 - 373781 બોટાદ - 783790 - 499795 - 283995___________________________________________