સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટનું સરાહનીય આયોજનમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના વવાણીયા ગામમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વવાણીયા ખાતે સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ અને સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વવાણીયા ગામમાં દર વર્ષે અચૂકપણે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આ ટ્રસ્ટ માત્ર વવાણીયા પૂરતું સીમિત ન રહેતા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવીને સમાજ ઉત્થાનનું કાર્ય કરી રહ્યું છે.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે દિલીપભાઈ મહેતા, ડો. હાર્દિક મહેતા, નીતિનભાઈ કોઠારી, અજયભાઈ મહેતા, આશાબેન મહેતા તેમજ સમગ્ર મહેતા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.આ કેમ્પના સફળ આયોજન બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ પટેલે તમામ આયોજકો, રક્તદાતાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ, મહેતા પરિવાર અને વવાણીયાના ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #Vavaniya #BloodDonation #MahavirJanmaKalyanak #SanskarBloodCenter #MorbiNews #BloodDonationCamp