મોરબી : મોરબી પંથકમાં એકંદરે સારો વરસાદ પડી ગયો છે. આથી, વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સંજોગો નિર્માણ થતા ઠેરઠેર સ્વંયભુ વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી તાલુકામાં ભડિયાદ ગામનાં બૌદ્ધ નગર વિસ્તારમાં યુવાનૉ દ્વારા સોસાયટીનાં પ્રવેશ દ્વારની ફાજલ પડેલી જગ્યાને નંદનવન બનાવવાના ઉદેશથી અંદાજિત રૂ. 15 હજારનાં ખર્ચે અલગ અલગ પ્રકારનાં 500 જેટલા નાના મોટા રોપાઓનું વાવેતર કરવામા આવ્યું હતું. અને તેના સરક્ષણ માટે તાર લગાવી રખડતા પશુઓથી પણ બચાવ કર્યો હતો. સાથોસાથ યુવાનો દ્વારા આ વાવેલા વૃક્ષોનું કાળજીપૂર્વક જતન કરવાનો સંકલ્પ કરાયો હતો.