કમિશનર સંગીતા રૈયાણી અને ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ વહેલી સવારે જુદા જુદા વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કર્યુંમોરબી: વરસાદ બાદ મોરબીમાં રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે પણ શહેરના 13 વોર્ડમાં 500 જેટલા સફાઈ કર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી.આ સફાઈ કામગીરી યોગ્ય રીતે થાય અને શહેરમાં ક્યાંય પણ ગંદકી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે આજે વહેલી સવારથી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી કમિશનર સંજય સોની તથા સફાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જુદા જુદા વોર્ડમાં રૂબરૂ પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ અધિકારીઓએ સફાઈ યોગ્ય રીતે થાય અને ક્યાંય પણ ગંદકી કે પાણીનો ભરાવો ન રહે તે માટે સંબંધિત સ્ટાફને જરૂરી તાકીદ કરી હતી.#Morbi #MorbiNews #MorbiUpdates #CleanMorbi #MorbiMunicipality #SanitationDrive #HealthAndHygiene