રહેણાંકમાં પડેલા મોટર. સાયકલમાં દારૂ છુપાવ્યો હતો, બે આરોપી ફરારમોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી મોટર સાયકલમાં છુપાવેલ વિદેશી દારૂની 50 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન દારૂના બે ધંધાર્થીઓ પોલીસને હાથ ન લાગતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વજેપર શેરી નંબર 11મા રહેતા આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા અને કાલિકા પ્લોટમાં રહેતા આરોપી અમિત મોહનભાઇ ભાનુશાળી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમીને પગલે હાર્દિક ઉર્ફે મદનના રહેણાંકમાં પોલીસે દરોડો પાડતા ઘરમાં પડેલા જીજે - 03 - ડીજે - 5010 નંબરના ટીવીએસ વીગો મોટર સાયકલમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 50 બોટલ મળી આવતા પોલીસે 69,240ની કિંમતનો વિદેશી દારૂ તેમજ 30 હજારનું મોટર સાયકલ મળી કુલ રૂપિયા 99,240નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.