માળીયા પોલીસે ત્રણ દરોડા જ્યારે વાંકાનેર પોલીસે બે દરોડા પાડ્યામોરબી : વાંકાનેર અને માળીયા મિયાણા પોલીસે વરલી મટકાના જુગાર ઉપર ધોસ બોલાવી અલગ અલગ પાંચ દરોડામાં પાંચ વરલી ભક્તોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.માળીયા મિયાણા પોલીસે માળીયા દરબારગઢ નજીકથી આરોપી યાસીન હુસેનભાઈ મોવરને જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબજે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં નવી નવલખી દરગાહ પાસે જાહેરમાં વરલીનો જુગાર રમાડતા આરોપી હનીફ હાજીભાઈ બુચડને રોકડા રૂપિયા 400 સાથે તેમજ માળીયા મિયાણાની મોટી બજાર પાસેથી આરોપી શિવાભાઈ સુરેશભાઈ પરસોન્ડાને રોકડા રૂપિયા 450 તેમજ વરલી સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે વાંકાનેર સીટી પોલીસે નવાપરા નાકા પાસેથી આરોપી રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા રહે.પરશુરામ પોટરી વાંકાનેર વાળાને વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 220 કબ્જે કર્યા હતાં સાથે જ વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસેથી આરોપી નિતેશ ભીખાજી ખાભેલીયાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 550 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.