ગેસ લિકેજના કારણે આગ લાગી હોવાનું તારણ : હાલ પાંચેય શ્રમિકો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોરબી : મોરબીના રંગપર પાસે આવેલ રેબન સિરામિકમાં લેબર ક્વાર્ટરની ઓરડીમાં ગેસ લીકેજ થવાના કારણે આગ લાગતા 5 શ્રમિકો દાઝી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ તમામ શ્રમિકો હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામે જેતપર રોડ પર આવેલી રેબન સિરામિકમાં ગઇકાલે સાંજનાં સમયે શ્રમિકો જ્યાં રહે છે તે ઓરડીમા ગેસ લીકેજથી આગ લાગી હતી. આ આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આ બનાવમાં ત્રણસગા ભાઈઓ સુરજ બકસી (ઉ.વ. ૨૫), અમન બકસી (ઉ.વ. ૨૩), વિનય બકસી (ઉ.વ. ૧૭) તથા તેમના મામાનો દીકરો શીવા ભરત (ઉં.વ. ૨૩ ) તેમજ ઇતવાડી બંગાલી (ઉ.વ. ૨૨) આ પાંચ શ્રમીકો દાઝી ગયા હતા આ શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલે આવેલા બર્ન્સ વિભાગમા ખસેડાયા હતા. આ પાંચેય શ્રમીકો મુળ રાજસ્થાનની વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી આ કંપનીમા આવેલી ઓરડીમાં રહી ટાઇલ્સ બનાવવાનુ કામ કરે છે.