18 દર્દીઓના રેપીડ ટેસ્ટ કરાયા, 16 નેગેટિવ - 2 ઇનવેલીડ મોરબી :મોરબી જિલ્લામાં કોરોનાના 5 શંકાસ્પદ કેસો નોંધાયા છે.જેના રિપોર્ટની હાલ રાહ જોવાઇ રહી છે. બીજી બાજુ ગત મોડી રાત્રે બે શંકાસ્પદ દર્દી નોંધાયા હતા.જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લામાં ગત રાતથી અત્યાર સુધી કોરોનાના 7 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેમાં ધરમપુરના 32 વર્ષના પુરુષ અને વાંકાનેરના કોઠી ગામની 3 મહિનાની બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ 35 વર્ષના મહિલા, 50 વર્ષના પુરૂષ, 36 વર્ષના પુરુષ, 50 વર્ષના પુરુષ તેમજ મહેન્દ્રનગર ચોકડી વિસ્તારના 4.5 વર્ષના બાળકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આ તમામ 7 દર્દીના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે..જ્યારે બાકીના 5 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. વધુમાં આજે 18 જેટલા શંકાસ્પદ લાગતા દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 16 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બાકીના 2 દર્દીના રિપોર્ટ ઇનવેલીડ આવ્યા હતા.