મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 (SSC) ની પરીક્ષા આજે છઠ્ઠા દિવસે પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. મોરબી ઝોન-125 માં આજે ગુજરાતી (SL) અને પૌરોહિત્યમ વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં કુલ 415 વિદ્યાર્થીઓમાંથી 410 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં આ બંને વિષયો માટે એક પણ વિદ્યાર્થી નોંધાયેલ ન હતો. • ગુજરાતી (SL) 13: આ વિષયમાં ગુજરાતી માધ્યમના કુલ 399 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 394 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 5 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. • પૌરોહિત્યમ 507: પૌરોહિત્યમ વિષયમાં ગુજરાતી માધ્યમના કુલ 16 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તમામ 16 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એટલે કે આ વિષયમાં 100% હાજરી જોવા મળી હતી.#Morbi #MorbiUpdate #SSCExam #EducationNews #GujaratBoard #ExamUpdate #MorbiNews #StudentLife #BoardExam2026