પસંદગી પામેલા ઉમેદવારોને મોરબી, માળિયા અને હળવદ તાલુકામાં ફાળવાયા: 21 દિવસની ઇન્ક્યુબેશન તાલીમ બાદ સંભાળશે કાર્યભારમોરબી: મોરબી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માધ્યમે પસંદગી પામેલા મહેસૂલી તલાટી વર્ગ-3 ના ઉમેદવારોને નિમણૂંક આપતો હુકમ જારી કરવામાં આવ્યો છે. કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા કરાયેલા આ હુકમથી જિલ્લામાં નવા મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના મેરિટના આધારે પસંદ થયેલ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે કરારીય ધોરણે માસિક 26,000 રૂપિયાના ફિક્સ વેતનથી નિમણૂંક આપવામાં આવી છે. હાલ ચાલી રહેલી 21 દિવસની ઇન્ક્યુબેશન તાલીમ પૂર્ણ થયા બાદ આ તમામ ઉમેદવારોને તેઓની ફાળવાયેલી કચેરીઓમાં હાજર થવા સૂચના અપાઈ છે.નવનિયુક્ત મહેસૂલી તલાટીઓ અને ફાળવાયેલી જગ્યાઓ:• શિવ મહેશભાઇ વરમોરા: મહેસૂલી તલાટી (વોર્ડ નં. 13), મામલતદાર કચેરી, મોરબી શહેર.• સ્વાતિ સુરેશભાઇ અધારા: મહેસૂલી તલાટી (કુંતાસી), મામલતદાર કચેરી, માળિયા (મીં.).• કિશન પીઠાભાઇ પીઠમલ: મહેસૂલી તલાટી (રાતાભે), મામલતદાર કચેરી, હળવદ.• ભાવેશકુમાર વરજાંગભાઈ પઢેરિયા: મહેસૂલી તલાટી (રણમલપુર), મામલતદાર કચેરી, હળવદ.• ઓમકાર મનિષકુમાર પ્રિયદર્શી: મહેસૂલી તલાટી (વેગડવાવ), મામલતદાર કચેરી, હળવદ.કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આ આદેશ અનુસાર સંબંધિત કર્મચારીઓની પ્રથમ હાજર થયા તારીખથી નિમણૂંકવાળી જગ્યા સુધીનો સમયગાળો પ્રતિક્ષા સમય ગણી નિયમાનુસાર પગાર ચુકવણીની વ્યવસ્થા કરવા સબંધિત કચેરીના વડાઓને આદેશ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #RevenueTalati #MorbiCollector #SwapnilKhare #GovernmentJobs #MorbiNews #GujaratUpdates