પાંચ આરોપી પકડાયા, બે આરોપી ફરારમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પોલીસ ટીમોએ નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ રોકવા હાથ ધરેલી કાર્યવાહી અલગ અલગ પાંચ દરોડામાં 57 બોટલ દારૂ અને બિયરના 20 ટીન સાથે પાંચ આરોપીઓને પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.દારૂના પ્રથમ દરોડામાં હળવદ પોલીસે જોગડ ગામની સીમમાં રેવાભાઈ ગોરધનભાઇ કોળીની વાડીમાં દરોડો પાડી આરોપી મૂળ છોટા ઉદેપુરના વતની કીર્તન નરસિયાભાઈ ભીલ નામના ખેતમજૂરને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7200 તેમજ બિયરના 20 ટીન કિંમત રૂપિયા 2000 સહિત 9200ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના નગર દરવાજા પાસે મામૂજીવાળી શેરીમાં દરોડો પાડી આરોપી અવેશ ગફારભાઈ પીલુડિયા રહે.વીસીપરા વાળાને 4 બોટલ દારૂ કિંમત રૂપિયા 2244 સાથે પકડી પાડ્યો હતો. ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ફારૂક ફકીરમામદ રાઉમા રહે.ફતેપર તા.માળીયા મિયાણા વાળાને 50 હજારની કિંમતના બાઈક ઉપર વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 1372 સહિત 51,372ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.ચોથા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ટાટા હેરિયર ગાડીમાં નીકળેલા આરોપી રાજેન્દ્ર હરિરામ દેવાસી રહે.રાજસ્થાન અને ખુશાલ હીરાલાલ જોશી રહે.વડોદરા વાળાને લેમન ફ્લેવર બકાર્ડી રમની એક બોટલ કિંમત રૂપિયા 1275 સાથે પકડી પાડી 15 લાખની કાર કબ્જે કરી હતી. જ્યારે પાંચમા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ઘુંટુ ગામે સિલ્વર પાર્ક સોસાયટીમાં દરોડો પાડી આરોપી રવિ રમેશભાઈ વીંજવાડિયા અને આરોપી દેવેન્દ્ર ઉર્ફે બબો મનુભા રાણાએ છુપાવેલ 26 બોટલ દારૂ કિંમત રૂપિયા 25,889 કબજે કર્યો હતો. જો કે, બન્ને આરોપીઓ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.