મોરબી : મોરબી શહેર અને ટંકારા તાલુકામાં પોલીસે વિદેશી દારૂ અંગેના અલગ અલગ પાંચ દરોડા પાડી ચાર આરોપીઓને વિદેશી દારૂની 38 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે રેજન્ટા હોટલ પાસે સરણીયા વિસ્તારમાં આરોપી જયદીપ ભવાનભાઈ સરણીયાના ઘરમાંથી વોડકા દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 3560 કબ્જે કરી હતી. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે રણછોડનગરમાં જલારામ એપાર્ટમેન્ટ નજીકથી આરોપી મહેબૂબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરા નામના શખ્સને વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 11538 સાથે ઝડપી લીધો હતો.જ્યારે ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન રોડ ઉપર બાઈક લઈને પસાર થતા આરોપી નવાઝ ફારૂકભાઈ કટિયા રહે.ગુલાબનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 641 તેમજ 50 હજારના બાઈક સાથે ઝડપી લીધો હતો. સાથે જ ચોથા દરોડામાં એ ડિવિઝન પોલીસે મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર દરબારગઢ પાસેથી આરોપી જીતેશ મનુભાઈ કગથરાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લેતા દારૂની આ બોટલ મુમતાઝ ઇમરાન મોવર પાસેથી ખરીદી હોવાનું કબુલતા મુમતાઝને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.જ્યારે પાંચમા દરોડામાં ટંકારા પોલીસે જોધપર રોહિશાળા રોડ ઉપરથી આરોપી અંશુભાઈ વરસિંગભાઈ મેડા રહે.હાલ જોધપર મૂળ રહે.ધાનપુર, દાહોદ વાળાને વિદેશી દારૂની 7 બોટલ કિંમત રૂપિયા 2100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.