16 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ ઘટીને 35 થયા મોરબી : મોરબીમાં કોરોના હવે જાણે ઓસરી રહ્યો હોય તેમ કેસની સંખ્યા ઘટતી જઈ રહી છે. આજે જિલ્લામાં કુલ 5 જ કેસ નોંધાયા છે. સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 664 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 5 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 3, વાંકાનેર ગ્રામ્યમાં 1, હળવદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે મોરબી talukaમાંથી 15 અને ટંકારા તાલુકામાંથી 1 મળી કુલ 16 દર્દીઓ રિકવર થયા છે. જેને પગલે આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 35એ પહોંચી ગયા છે.