મોરબી : ચક્રવાત 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ/આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. પ્રવર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. રદ કરાયેલી ટ્રેનો: 1. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ 15 જૂન, 2023 ના રોજ રદ રહેશે. 2. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 16 જૂન, 2023 ના રોજ રદ રહેશે. 3. ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 16 જૂન, 2023 ના રોજ રદ રહેશે. 4. ટ્રેન નંબર 09516 પોરબંદર - કાનાલુસ સ્પેશિયલ 16 જૂન, 2023 ના રોજ રદ રહેશે. 5. ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ 16 જૂન, 2023 ના રોજ રદ રહેશે. શૉટ ટર્મિનેટિંગ ટ્રેન: 1. 15મી જૂન, 2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19015 દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ટૂંકી સમાપ્ત થશે. 2. 15 જૂન, 2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી સમાપ્ત થશે. શોટ ઓરિજિનેટિંગ ટ્રેનો: 1. 16મી જૂન, 2023ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વેરાવળ ની બદલે રાજકોટથી ઉપડશે. 2. 15મી જૂન, 2023ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19016 પોરબંદર - દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પોરબંદર ના બદલે સુરેન્દ્રનગરથી ઉપડશે. 3. 15મી જૂન, 2023ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા - ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખા ના બદલે હાપા થી ઉપડશે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]