મોરબી : મોરબી શહેરના મતવા ચોક અને મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પોલીસે જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં પાંચ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મતવા ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અબ્દુલ ઇબ્રાહિમભાઈ કુરેશી, કાસમ સલેમાનભાઈ કુરેશી અને કાસમ નૂરમામદભાઈ કુરેશી નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,550 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં લેકસો પલ્સ કારખાના સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શ્રેયાન્સ મુરતભાઈ રાજપૂત અને આરોપી રામનિવાસ રમેશભાઈ યોગી નામના ઇસમોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 720 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.