વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પાસે આવેલ રેલવે ટ્રેક પર ગતરાત્રિના સમયે એક અત્યંત કરૂણ ઘટના બની છે. ટ્રેક પરથી પસાર થઈ રહેલી 5 ગાયો ટ્રેન હેઠળ આવી જતા તમામના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરાત્રિના અંધકારમાં વાંકાનેર નેશનલ હાઇવે નજીક આવેલા રેલવે ટ્રેક પર ગાયો પસાર થઈ રહી હતી. તે જ સમયે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક ટ્રેનની અડફેટે 5 ગાયો આવી ગઈ હતી. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે તમામ 5 ગાયોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને તેમના મૃતદેહ ટ્રેક પર વેરવિખેર થઈ ગયા હતા.આ કરૂણ બનાવની જાણ સ્થાનિક લોકો અને આસપાસના જીવદયા પ્રેમીઓને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટ્રેક પર ગાયોની હાલત જોઈને લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. એકસાથે 5 ગૌમાતાના મોતથી ગૌપ્રેમીઓમાં શોકની સાથે સાથે ભારે રોષની લાગણી પ્રસરી ગઈ છે.#MorbiUpdate #Wankaner #TrainAccident #CowDeath #GujaratNews #AnimalWelfare