મોરબી: મોરબી એલસીબી ટીમે મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીના એક ફ્લેટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 5 શખ્સોને રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 2,87,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગત મુજબ, એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, મહેન્દ્રનગરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ગજાનન એપાર્ટમેન્ટના મકાન નંબર 103 માં રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે.આ બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં રેડ પાડતા તીન પત્તીનો જુગાર રમી રહેલા 5 શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 2,62,500 અને 25,000 ની કિંમતના 4 મોબાઈલ ફોન મળી કુલ 2,87,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓના નામ: • રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (રહે. મહેન્દ્રનગર, મૂળ સરવડ) • વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ (રહે. મોટા દહીંસરા) • ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા (રહે. મહેન્દ્રનગર, મૂળ માનસર) • જયેશભાઈ રાઘવજીભાઈ બોપલીયા (રહે. મહેન્દ્રનગર, મૂળ મોટા ભેલા) • સાગરભાઈ રમેશભાઈ સરડવા (રહે. મહેન્દ્રનગર, મૂળ સરવડ)કામગીરી કરનાર ટીમ:આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એન.આર. મકવાણા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #CrimeNews #PoliceRaid #Gambling #LcbMorbi #Mahendranagar