મોરબી: શહેરના ચકચારી તાજમહમંદભાઇ ભટ્ટી હત્યા કેસમાં મોરબી પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી આ ઘાતકી હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 5 શખ્સોને દબોચી લીધા છે. ડીવાયએસપી જે.એમ. આલે ધરપકડ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ:તપાસ દરમિયાન પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને નીચે મુજબના 5 આરોપીઓની ધરપકડ કરી છે:બાલુભાઈ થોભણભાઈ અઘારાથોભણભાઈ ઘેલાભાઈ અઘારારમેશભાઈ અરજણભાઈ અઘારાવિશાલ રમેશભાઈ વાધડીયાજયદિપભાઈ કાનાભાઈ સેરશીયાકેવી રીતે પાર પાડ્યું ઓપરેશન?ડીવાયએસપી આલે જણાવ્યું કે, તાજમહમંદભાઇ ગુમ થયાની નોંધ થયા બાદ પોલીસ શકમંદો પર નજર રાખી રહી હતી. શકદાર બાલુભાઈ થોભણભાઈ અઘારાની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે ભાંગી પડીને હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે જમીનના સોદામાં આપેલા 5 લાખ રૂપિયા પરત મેળવવા અને દસ્તાવેજ બાબતે ચાલી રહેલી માથાકૂટનો અંત લાવવા તેમણે આ પ્લાન બનાવ્યો હતો.હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂરFIRમાં નોંધાયેલા 7 આરોપીઓ પૈકી હજુ પણ ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા પોલીસ પકડથી બહાર છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ટીમો રવાના કરી છે.સમગ્ર પરિવારે મળીને ખેલ્યો ખૂની ખેલડીવાયએસપી જે.એમ. આલના જણાવ્યા મુજબ, જમીનના સોદાના 5 લાખ રૂપિયા પરત મેળવવા માટે આ તમામ સંબંધીઓએ એકસંપ થઈને તાજમહમંદભાઇનું અપહરણ કર્યું અને ભડિયાદ પાસેના ફાર્મ હાઉસમાં ઢોર માર મારીને હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવીને દાટી દીધી હતી. આરોપીઓમાં પિતા, પુત્ર, ભત્રીજો, ભાઈ, જમાઈ જેવા સભ્યો આ ગુનામાં સામેલ છે.હથિયારો અને વાહનો કબજે કરવાની કાર્યવાહીપોલીસ હવે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. આ સાથે જ હત્યામાં વપરાયેલા પ્લાસ્ટિકના પાઇપ, લાકડાના બડીકા જેવા હથિયારો તેમજ અપહરણ અને લાશના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર જેવી ગાડીઓ કબજે કરવાની પ્રક્રિયા પીઆઇ વી.એન. પરમાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.આ કેસમાં પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય.https://youtu.be/0CwMgtWCuKA?si=9nJK3gnAUyglJIW_#Morbi #MorbiUpdate #CrimeReport #MurderCaseArrest #MorbiPolice #GujaratCrime #LandDisputeMurder