મોરબી : મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ અને ભાજપ આગેવાન વિનોદ નાથાભાઇ ડાભીના આંગણે ડાભી પરિવાર દ્વારા અંબિકા સોસાયટી, જૂની ઓરીએન્ટલ બેંકની પાછળ, ત્રાજપર ખાતે તા. 4-01-2025થી લઇને 12-01-2025 સુધી મહાશિવ પુરાણ કથાનું આયોજન કરેલ છે. કથા શ્રવણનો સમય સવારે 9થી 12 કલાકનો છે. દરરોજ પ્રસાદનું પણ આયોજન કરેલ છે તો આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.