મોરબી : મોરબીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા કુબેરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૧૭ હજારની કિંમતના વિદેશી દારૂના ૪૯ બોટલના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે હકિકત મળેલ કે અશ્વિનભાઇ ઉર્ફે અરવીંદભાઇ રામભાઇ ચાવડા રહે.મોરબી કુબેરનગર શેરી નં.૧ વાળો પોતાના રહેણાંક મકાનમા ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે રેડ કરતા રહેણાંક મકાનમાંથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૪૯ કિ.રૂ.૧૭૧૫૦/- નો મુદામાલ મળી આવતા અશ્વિનભાઇ ઉર્ફે અરવીંદભાઇ રામભાઇ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા તથા તેજાભાઇ ગરચર રોકાયેલ હતા.