હળવદ : હળવદ પોલીસે કવાડીયા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ૪૮ ફીરકી કિ.રૂ.૧૯૨૦૦/- પકડી લઈ કબ્જે કરી હતી. આ મામલે વિપુલભાઈ ઘનશ્યમભાઇ કોળી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ, પીએસઆઈ એચ.એન.ગઢવી, એએસઆઈ જી.એચ.જીડીયા, કોન્સ. વિજયભાઇ છગનભાઇ ચૌહાણ, યુવરાજસિંહ નીરૂભા જાડેજા રોકાયેલ હતા.