મોરબી એલસીબી ટીમે પાડ્યો દરોડો મોરબી : મોરબી તાલુકાના મધુપુર એટલે કે નવા નાગડાવાસ ગામે એલસીબી પોલીસ ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી 48 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફરાર જાહેર કરાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસે બાતમીને આધારે મધુપુર (નવા નાગડાવાસ) ગામે દરોડો પાડી આરોપી દિનેશભાઇ બટુકભાઇ સોલંકીના રહેણાંકમાંથી રૂપિયા 18 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી દિનેશ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.