મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમા સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી જાવેદ જાનમામદભાઈ સંઘવાણીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ કિંમત રૂપિયા 22,800 મળી આવી હતી. જો કે, આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.