21 સાયરન વગાડી રેલીની શરૂઆત, મણિમંદિર પાસે આવેલી મૃતકોની ખાંભી ખાતે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈમોરબી અપડેટ: મચ્છુ જળ હોનારતની 47મી વરસી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા આજે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી મહાનગરપાલિકા કચેરીથી નીકળીને મણિમંદિર પાસે આવેલી મૃતકોની ખાંભી સુધી પહોંચી હતી.રેલીની શરૂઆત 21 સાયરન વગાડીને કરવામાં આવી હતી, જેમાં ફાયર બ્રિગેડના જવાનો સૌથી આગળ રહ્યા હતા. આ મૌન રેલીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર ઉતમ સુરાણી, કલેક્ટર, ડીડીઓ, એસપી, ડેપ્યુટી કમિશનર, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત પોલીસ જવાનો અને શાળાના બાળકો પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આ રેલી મણિમંદિર પાસે આવેલી મૃતકોની ખાંભી ખાતે પહોંચી ત્યારે 21 સાયરન પૂરા થતાં રેલી સંપન્ન થઈ હતી. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ ખાંભી પાસે 2 મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ગોઝારી હોનારતમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારજનો દ્વારા પણ ખાંભી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MachchhuDamDisaster #Tribute #MorbiNews #GujaratNews #MachchhuHonarat