કેદારનાથથી પરત આવતી વેળાએ ભારે વરસાદને કારણે રસ્તાઓ અટવાયા, તમામ હેમખેમમોરબી : મોરબી, રાજકોટ અને જામનગરથી ચારધામ જાત્રાએ ગયેલા સિનિયર સીટીઝનનું ગ્રુપ ભારે વરસાદને કારણે હાલમાં ઉત્તરાખંડમા ગૌરીકુંડ પાસે ફસાઈ ગયુ હોવાની વિગતો સામે આવી છે. જો કે, હાલમાં તમામ યાત્રિકો સલામત છે. સમગ્ર મામલે રાજકોટ કલેકટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી છે.મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લામાંથી 47 સિનિયર સીટીઝન ચારધામ સહિતની યાત્રાએ ગયું હોય કેદારનાથથી પરત આવતી વેળાએ રિટર્નમાં ભારે વરસાદને કારણે હાલમાં ગૌરીકુંડ નજીક ફસાઈ ગયા છે.જો કે હાલમાં તમામ યાત્રિકો સલામત હોવાનું અને ગૌરીકુંડ નજીક એક હોટલ ખાતે આશ્રય લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે રાજકોટ કલેકટરને જાણ કરવામાં આવી હોવાથી હાલમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.