આગ બુઝાવવાની ઈમરજન્સી સેવા ચાલુ રાખીને કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન : બે માસનો પગાર પ્રમુખે ખોટા આક્ષેપથી અટકાવ્યો હોવાનો કર્મચારીઓનો આરોપ મોરબી પાલિકાના ગેરેજ અને ફાયર વિભાગના કર્મચારીઓએ થોડા સમય પહેલા બે માસના પગાર ન મળવા મુદે હડતાલ પડી હતી.પરંતુ તે સમયે પાલિકા તંત્રએ ખાતરી આપીને એક જ માસનો પગાર ચૂકવ્યો હતો.હવે ફરી બે માસનો પગાર ચડત થઈ જવા છતાં પાલિકા તંત્રએ પગાર ચુકવવાની કોઈ કાર્યવાહી ન કરતા ગઈકાલે પાલિકાના ગેરેજ શાખાના 47 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આજે બીજા દિવસે પણ આ કર્મચારીઓએ આગની ઈમરજન્સી સેવા ચાલુ રાખીને બાકીની સેવાઓ બંધ કરીને હડતાલ યથાવત રાખી છે.આ અંગે ગેરેજ અને ફાયર શાખાના આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે,ગઈકાલે હડતાલ દરમ્યાન મધરાત્રે લાતીપ્લોટમાં આવેલ એક કેમિકલના કારખાનામાં આગ લાગતા ફાયર વિભાગે ત્યાં દોડી જઈને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આમ હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવાઓ ચાલું રાખીને ગેરેજ શાખામાં બેસીને જ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આ ફાયરની અગત્યની કામગીરી માટે રાત દિવસ જોયા વગર કામ કરતા કર્મચારીઓને બે મહિનાથી તેમના હકનો પગાર મળ્યો નથી.આ અંગે ચીફ ઓફિસરને વાત કરતા તેમણે પાલિકા પ્રમુખને રજુઆત કરવાનું કહ્યું હતું.પાલિકા પ્રમુખ ખોટા આક્ષેપ કરીને આ કર્મચારીઓના પગાર ચૂકવવામાં રોડા નાખતા હોવાનો આરોપ મૂક્યો હતો.જ્યારે આ અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે, આ કર્મચારીઓનો પગાર એકાઉન્ટ વિભાગમાં છે અને પગાર ચૂકવવાની સતા તેમની પાસે નથી.એ જવાબદારી ચીફ ઓફિસર પાસે છે. આમ અધિકારી અને પદાધિકારીઓના એકબીજા પર ટપલીદાવથી ગેરજ વિભાગના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.વારંવાર વેતન મુદે અલગ અલગ શાખાના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા હોવાથી પાલિકા તંત્રની શાખ વધુ ખરડાઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne