હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામે પોલીસે બાતમીને આધારે મહેશભાઈ દેવસીભાઈ ઝીંઝુવાડિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 47 બોટલ કિંમત રૂપિયા 17,652 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.