સૌથી વધુ કેસ મોરબી તાલુકા પોલીસે કર્યામોરબી : મોરબી શહેર અને જિલ્લામા દેશી દારૂના દુષણ સામે પોલીસે સતત ત્રીજા દિવસે તવાઈ ઉતારી 46 ધંધાર્થીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી જેમાં સૌથી વધુ 21 કેસ મોરબી તાલુકા પોલીસે કર્યા હતા.મોરબી શહેર અને જિલ્લામા દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ઉપરી અધિકારીઓએ આપેલ સૂચના અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 4, સીટી બી ડિવિઝન પોલીસે 6, મોરબી તાલુકા પોલીસે 21, માળીયા મિયાણા પોલીસે 4, વાંકાનેર તાલુકા અમે સીટી પોલીસે 3 - 3, ટંકારા પોલીસે 3 તેમજ હળવદ પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ 2 કેસ કરી આરોપીઓને પકડી પાડયા હતા.