મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 31 જાન્યુઆરી ને શનિવારના રોજ 910 ક્વિન્ટલ એટલે કે 4550 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1605 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 134 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. મગફળીના સૌથી ઉંચા ભાવ 1610 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 554, જીરુંના 4430, રાયના 1189, તુવેરના 1524, અડદના 1560 અને ચણાના 1050 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 640, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 1000, ટમેટાના 400, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 300, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.