લીલાપરમાં બાઈક પર દેશી દારૂની ખેપ મારતા એક ઝબ્બેમોરબી : રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દુષણને લઈ પોલીસ પર પસ્તાળ પડી રહી છે ત્યારે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે દેશી વિદેશી દારૂના અલગ અલગ કુલ 45 દરોડા પાડી લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડે લીલાપર નવા ગામ રોડ પર બાઇકમાં દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી લીધો હતો.વિપક્ષી ધારાસભ્ય દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના દુષણને લઈ પોલીસ તેમજ સરકાર પર આક્ષેપો કર્યા છે ત્યારે ગરમાયેલી રાજનીતિ વચ્ચે મોરબી શહેર, તાલુકા, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા મિયાણા તાલુકામાં પોલીસે અલગ અલગ કુલ 45 દરોડા પાડી દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે નવાગામ લીલાપર રોડ પર આજીવીટો સિરામિક નજીકથી જીજે- 36 - એએસ - 5840 નંબરના બાઈક પર દેશી દારૂની હેરફેર કરતા આરોપી અનિલ ધીરુભાઈ વાઘાણી રહે.લીલાપર રોડ મોરબી વાળાને 24 લીટર દેશી દારૂ કિંમત રૂ.4800 તેમજ 50 હજારના બાઈક સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં દેશી દારૂ આરોપી સંજય નાગજી દેગામા રહે.લીલાપર પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી સંજયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.