મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 3 સપ્ટેમ્બર ને બુધવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, મગ અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 442 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 551 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 40 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1964 સુધી બોલાયા હતા. તો મગફળીના 940, જીરુંના 3520, બાજરાના 551, મગના 1406 અને ચણાના 1130રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 260 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 80 રૂપિયા, ગુવારના 700 રૂપિયા, ભીંડાના 360 રૂપિયા, ટામેટાના 640 રૂપિયા, કોબીજના 320 રૂપિયા, કાકડીના 440 રૂપિયા, લીંબુના 500 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.