મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 6 ઓગસ્ટ ને બુધવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, સીંગદાણા અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 441 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 557 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 254 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1946 સુધી બોલાયા હતા. તો મગફળીના 970, જીરુંના 3580, બાજરાના 570, સીંગદાણાના 1380 અને ચણાના 1152 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.