દારૂની હેરફેર કરતા કાયદાના સંઘર્ષમા આવેલ બાળક પાસેથી વિદેશી દારૂ કબ્જે કરાયો, બે આરોપીઓ ફરારમોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટમા આવેલા તળાવના કાંઠે ઘાસમાં છુપાવેલ 432 બોટલ વિદેશી દારૂ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લેતા દારૂના આ ગોરખધંધામાં બે શખ્સના નામ ખુલ્યા છે, હાલ પોલીસે બે બુટલેગર સહિત ત્રણ વિરુદ્ધ ગુંન્હો નોંધી રૂપિયા 1,64,320નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીગમા હતી ત્યારે પોલીસ હેડ કોન્સટેબલ ચકુભાઈ કરોતરાને બાતમી મળેલ કે, આરોપી મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી રહે. મોરબી મકરાણીવાસ તથા અલ્તાફ હાજીભાઇ ખોડ રહે.મોરબી લાતીપ્લોટ શેરી-8, ગેસના ગોડાઉન પાસે રહેતા બન્ને ઇસમો લાતીપ્લોટ તળાવના કાંઠે ઘાસમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂનુ વેચાણ કરે છે.જેથી બાતમીને આધારે લાતીપ્લોટમા આવેલ તળાવ કાંઠે રેઇડ કરતા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તળાવકાંઠે ઘાસમાંથી ઇંગ્લીશદારૂની હેરફેર કરતા મળી આવતા તેની પાસેથી વિદેશી દારૂની જુદી - જુદી બ્રાન્ડની 432 બોટલ કિંમત રૂપિયા 1,64,320 કબ્જે કરી હતી.આ કેસમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર, મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી અને અલ્તાફ હાજીભાઇ ખોડ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ એ.વી.પાતળીયા, એ.એસ.આઇ આર.પી.રાણા, પો.હેડ.કોન્સટેબલ એ.પી.જાડેજા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, પો.કોન્સટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખીલ, હિતેષભાઈ ચાવડા, તેજાભાઇ ગરચર તથા અરજણભાઈ ગરીયા સહિતના સ્ટાફે કરી હતી.