મોરબી : મોરબીના રવાપરમાં ઉમા હોલ ખાતે સ્વ.વૈદર્ભીબેન અંકુરભાઈ લોરીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથીએ આજે અંકુરભાઈ લોરીયા અને લોરીયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 431 યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું. આ કેમ્પ ફક્ત એક કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા, સેવા અને સંવેદનાનું સજીવ રૂપ બન્યો હતો. કેમ્પમાં સહભાગી થયેલા તમામ રક્તદાતાઓનો લોરીયા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.