જલારામ મંદિર દ્વારા કેમ્પનું સફળ આયોજન : અત્યાર સુધીના ૧૬ કેમ્પ માં કુલ ૪૮૮૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે જલારામ મંદિર દ્વારા મોરબી અપડેટ પરિવારના સહયોગથી નેત્રમણી તથા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૪૩૦ દર્દીઓએ લાભ લીધો હતો. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૧૨-૨૦૨૨ રવિવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૪૩૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૮૮ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો. આ તકે મોરબી અપડેટના સુપ્રીમો દિલીપ બરાસરા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રધાંજલિ પાઠવી બે મિનિટનું મૌન પાડયા બાદ દીપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભા.જ.પ. પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, રુચિર કા, મોરબીના વરિષ્ઠ પત્રકારો પ્રવિણભાઈ વ્યાસ, સુરેશભાઈ ગોસ્વામી સહીતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૫ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૪૪૫૩ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૯૯૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૪૩૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૮૮ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ પાંવ, ફીરોઝભાઈ તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.