સ્થાપક રાજદીપસિંહ જાડેજાના 'વૃક્ષસેતુ અભિયાન' અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે ઉજવણીમોરબી : RAR FOUNDATION ના 3જા સ્થાપના દિવસ નિમિત્તે 3 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન હરિયાળી ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) ના 'વૃક્ષસેતુ અભિયાન' ને સાકાર કરવાના ભાગરૂપે RAR FOUNDATION મોરબી જિલ્લા ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી.આ અભિયાન અંતર્ગત મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે 411 વૃક્ષોનું રોપણ અને વૃક્ષવિતરણ કરવામાં આવ્યું હતું. 'એક વૃક્ષ – અનેક પેઢીઓનું જીવન' ના ઉમદા સંકલ્પ સાથે, ભવિષ્યને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે આ નાનકડો પ્રયાસ કરાયો હતો. આ તકે ઉપસ્થિત સૌ કોઈને પ્રકૃતિનું ઋણ ચૂકવવા અને હરિયાળા ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરાઈ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ધવલ વોરા, અક્ષય પઢિયાર, મનન રાઠોડ, ધ્રુવિન પટેલ, અતિરાજસિંહ જાડેજા અને ઉદયરાજસિંહ જાડેજા સહિત મોરબી જિલ્લાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #RARFoundation #TreePlantation #VrukshasetuAbhiyan #GreenGujarat #MorbiNews #Environment