હાલ જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 96 ટકા, ખાનગીમાં 73 ટકા મોરબી : મોરબી જિલ્લામાં ફરી કોરોનાએ ફુંફાડો માર્યો છે. જેમાં બે દિવસમાં નોંધાયેલા 9 કેસમાંથી સાત કેસ વિદ્યાર્થીઓના હોવાથી શાળાઓ કોરોના વકરતો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. જો કે શાળામાં હજુ રસી મુકાઈ નથી. ત્યારે હવે મોરબી જિલ્લાના 41 હજાર જેટલા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને તા.3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના તરુણો માટે શરૂ થનાર રસીકરણમાં આ 41 હજાર વિધાર્થીઓનું પણ રસીકરણ કરાશે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મોરબી જિલ્લા 15 થી 18 વર્ષના 41 હજાર વિદ્યાર્થીઓ છે. જે વેક્સીન આપવાને લાયક છે. આ તમામ વિદ્યાર્થીઓનું વેક્સીનેશન કરાશે. તા.3 થી 15 થી 18 વર્ષના તરુણ માટે શરૂ થનાર વેકસીનેશનમાં આ 41 હજાર વિદ્યાર્થીઓ પ્રથમ ડોઝ લઈ લે તેવું આયોજન છે અને આ વિદ્યાર્થીઓ જે તે વેકસીનેશન સ્થળે સીધા જ વેકસીનેશન કરાવી શકશે અથવા ઓનલાઈન નોંધણી બાદ પણ વેકસીનેશન થઈ શકશે. સરકારી શાળાઓની તાલુકા વાઇઝ હાજરી જોઈએ તો હળવદમાં 99 ટકા, માળિયામાં 97 ટકા, મોરબીમાં 92 ટકા, ટંકારામાં 94 ટકા, વાંકાનેરમાં 98 ટકા મળી સરેરાશ 96 ટકા થાય છે. જ્યારે ખાનગી શાળાઓમાં હળવદમાં 67 ટકા, માળિયામાં 100 ટકા, મોરબીમાં 73 ટકા, ટંકારામાં 82 ટકા, વાંકાનેરમાં 71 ટકા અને વાંકાનેરમાં 71 ટકા મળી સરેરાશ 73 ટકા થાય છે. એટલે હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા હોય હવે કોરોના વકરતા સ્કૂલ મેનેજમેન્ટ અને આરોગ્ય તંત્ર પણ સાવચેત બનીને તકેદારીના પગલાં ભરી રહ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..