મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 31 મે ને શનિવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, તુવેર, જીરું, બાજરો, અડદ, ચણા, ગુવાર બી, કાળા તલ અને રાયડો તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 815 ક્વિન્ટલ એટલે કે 4075 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 538 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 144 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4010 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1200, તલના 1946, મગફળીના 1000, તુવેરના 1270, બાજરાના 561, અડદના 1050, ચણાના 1068, ગુવાર બીના 960, કાળા તલના 2845 અને રાયડાના 1060 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 340 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.