ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં અસરગ્રસ્તોનો પુનઃ વસવાટ થાય તે માટે સરાહનીય પ્રયાસો મોરબી : તૉકતે વાવઝોડાએ ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વિનાશ કર્યો હતો. ખાસ કરીને ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વાવઝોડાએ ભારે તબાહી મચાવી છે. જેથી, અનેક લોકો બેઘર થાય છે. ત્યારે આ વાવાઝોડાના અસરગ્રસ્તોનો પુનઃ વસવાટ થાય તે માટે મોરબીનું જય અંબે સેવા ગ્રુપ અસરગ્રસ્તોની વહારે આવ્યું છે અને વાવાઝોડાના અસરગ્રસ્તોને 40 હજાર નળીયાની સહાય પહોંચાડવામાં આવી છે. બબ્બે કુદરતી આપતિની થપાટ સહન કરીને ખુમારી અને જિદાદિલીથી બેઠા થયેલા મોરબીવાસીઓ જ્યારે-જ્યારે દેશમાં કોઈપણ જગ્યાએ કુદરતી આપતિ આવે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવાનું ચૂકતા નથી. સંવેદના સાથે મોરબીવાસીઓ હરહમેંશ દેશના કોઈપણ ભાગે આવતી કુદરતી આપતિમાં તત્પર રહીને ઋણ અદા કરવાનું ભૂલતા નથી. ત્યારે તાજેતરમાં વાવઝોડાને કારણે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભયાનક નુકસાન થયું હોવાથી ત્યાંના અસરગ્રસ્તો મદદરૂપ થવા મોરબીવાસીઓ આગળ આવ્યા છે. મોરબીના જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા વાવોઝોડાગ્રસ્ત ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકામા જરૂરિયાતમંદ લોકોને 15 હજાર નળિયા તથા અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામા 25 હજાર નળીયા મોકલવામાં આવ્યા હતા અને આ નળીયા રૂબરૂ જઈને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એની વ્યવસ્થા પણ કરાવી હતી. આ રીતે જય અંબે ગ્રુપે વાવોઝોડાગ્રસ્ત વિસ્તારમા કુલ 40 હજાર નળીયાનું વિતરણ કરીને માનવ ધર્મ દિપાવ્યો હતો.