શ્રમિકો ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ જવા માટે નીકળ્યા હતા : રજિસ્ટ્રેશન થયું ન હોવાથી ફેક્ટરીએ પરત મોકલી દેવાયા મોરબી : ટ્રેન મારફત પોતાના વતન જવા માટે હળવદથી 40 શ્રમિકો પગપાળા નિકળી પડ્યા હતા. ત્યારે મોરબી પહોંચતા પોલીસે તેમને અટકાવ્યા હતા અને રજિસ્ટ્રેશન કર્યું ન હોવાથી તે તમામની નોંધણી કરીને તેઓને પરત તેમના સ્થાને મોકલી દેવામાં આવ્યા હતા. હળવદ પાસે આવેલ રોશની સોલ્ટ નામના કારખાનામાં કામ કરતા 40 શ્રમિકોને પોતાના વતન ઉત્તરપ્રદેશ જવું હતું. તેઓને મોરબીથી ટ્રેન ઉપડવાની હોવાની વાત મળતા તેઓ આજે વહેલી સવારે હળવદથી મોરબી રેલવે સ્ટેશને આવવા માટે રવાના થઈ ગયા હતા. આ દરમિયાન મોરબીમાં તેઓ રાત્રે 9 વાગ્યાના અરસામાં પહોંચતા બી ડિવિઝન પોલીસના ભાનુભાઈ બાલાસરા સહિતના સ્ટાફે તેઓને અટકાવ્યા હતા. અને રજિસ્ટ્રેશન થયું ન હોવાથી તેઓની નોંધણી કરીને પરત ફેક્ટરીએ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.