કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: સીપીઓમાં બેતરફી વધઘટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ૪ સપ્ટેમ્બરને શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના બાવમાં વધઘટ સંકડાઈ ગઈ હોય તેમ સીમિત રેન્જમાં ફેરફાર થયો હતો. તમામ બિનલોહ ધાતુઓમાં સુધારો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો હતો, જ્યારે નેચરલ ગેસમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે સીપીઓમાં બેતરફી વધઘટ હતી. બુલિયન ઈન્ડેક્સ ફ્યુચર્સ - બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૫,૮૯૫ ખૂલી, ઊપરમાં ૧૫,૯૯૯ અને નીચામાં ૧૫,૭૫૫ના મથાળે અથડાઈ, ૨૪૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સાંજે ૫૮ પોઈન્ટ ઘટી ૧૫,૮૦૫ના મથાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સાંજે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં રૂ.૧૩૧.૦૪ કરોડનાં ૧,૬૫૦ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૮૦૮ લોટ્સના સ્તરે રહ્યો હતો. ઓપ્શન્સ ઈન ગુડ્સમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિનીનો રૂ.૫૧,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસ વાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૦૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૭૫ અને નીચામાં રૂ.૯૮૨.૫૦ બોલાઈ અંતે રૂ.૨ ઘટી રૂ.૯૯૨ થયો હતો, જ્યારે સોનું-મિનીનો રૂ.૫૧,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૧૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૯૯ અને નીચામાં રૂ.૧,૦૪૭ બોલાઈ અંતે રૂ.૧૬૧.૫૦ વધી રૂ.૧,૨૯૯ થયો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં એમસીએક્સ સોનાનો ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૮૬૫ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૦૮૨ અને નીચામાં રૂ.૫૦,૬૦૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ સુધરી રૂ.૫૦,૭૪૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે સોનાનો ડિસેમ્બર વાયદો રૂ.૭ વધી બંધમાં રૂ.૫૧,૦૦૦ના ભાવ થયા હતા. ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧,૩૬૦ના ભાવે ખૂલી, અંતે રૂ.૨૬ વધી રૂ.૪૧,૨૫૧ના ભાવે સાંજે ટ્રેડ થઈ રહ્યો હતો. આ વાયદો ઊપરમાં રૂ.૪૧,૩૭૦ અને નીચામાં રૂ.૪૧,૨૦૦ બોલાયો હતો. ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧,૪૩૯ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૪૧,૪૬૪ અને નીચામાં રૂ.૪૧,૩૩૦ બોલાઈ સાંજે રૂ.૩૭ વધી રૂ.૪૧,૩૭૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૧૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૫,૧૮૮ અને નીચામાં રૂ.૫,૧૫૨ બોલાઈ, સાંજે રૂ.૩ સુધરી રૂ.૫,૧૬૩ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૧૮૧ ખૂલી, ઊપરમાં રૂ.૫,૨૦૦ અને નીચામાં રૂ.૫,૧૭૦ બોલાઈ અંતે રૂ.૧ સુધરી રૂ.૫,૧૭૯ થયો હતો. સોનાનો મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૯૮૦ ખૂલી, ઊપરમાં તે જ સ્તરે અને નીચામાં રૂ.૫૦,૭૭૫ બોલાઈ અંતે રૂ.૩૨ વધી રૂ.૫૦,૮૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનુ-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૮૯૦ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૫૧,૧૪૯ અને નીચામાં રૂ.૫૦,૭૧૫ના સ્તરને સ્પર્શી સાંજે રૂ.૫ ઘટી રૂ.૫૦,૮૧૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૪,૭૪૯ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૫,૨૦૦ અને નીચામાં રૂ.૬૪,૩૮૦ના સ્તરને સ્પર્શી અંતે રૂ.૨૭૯ વધી રૂ.૬૪,૯૯૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો દૂર ડિલિવરીનો માર્ચ વાયદો રૂ.૩૬૬ વધી બંધમાં રૂ.૬૯,૬૩૦ના ભાવ રહ્યા હતા. ચાંદીનો મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૮૨ વધી રૂ.૬૭,૧૩૦ થયો હતો. આ વાયદો ઊપરમાં રૂ.૬૭,૮૬૦ અને નીચામાં રૂ.૬૬,૪૫૯ બોલાયો હતો, જ્યારે ચાંદીનો માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીટ રૂ.૬૭,૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૭,૮૮૫ અને નીચામાં રૂ.૬૬,૪૬૦ બોલાઈ સાંજે રૂ.૧૮૬ વધી રૂ.૬૭,૧૩૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ ૨૫ પૈસા સુધરી રૂ.૧૪૫.૦૫, તાંબાનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૪.૨૦ વધી રૂ.૫૧૯.૨૫, સીસાનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ ૭૦ પૈસા વધી રૂ.૧૫૩.૦૫, નિકલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૦.૬૦ વધી રૂ.૧,૧૨૦.૫૦ અને જસતનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ ૫ પૈસા સુધરી રૂ.૧૯૩.૮૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.૩,૦૧૬ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૬૯ અને નીચામાં રૂ.૨,૯૯૯ના મથાળે અથડાઈ સાંજે રૂ.૬ ઘટી રૂ.૩,૦૩૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.૩,૦૫૨ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૩,૧૦૪ અને નીચામાં રૂ.૩,૦૩૯ બોલાઈ, સાંજે રૂ.૬ ઘટી રૂ.૩,૦૭૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૧૫.૩૦ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૨૧૬.૨૦ અને નીચામાં રૂ.૨૧૪ બોલાઈ સાંજે રૂ.૧.૧૦ વધી રૂ.૨૧૫.૬૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સપ્ટેમ્બર વાયદો રૂ.૨.૯૦ વધી રૂ.૧૮૪.૯૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૭,૬૧૦ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૧૭,૬૫૦ અને નીચામાં રૂ.૧૭,૫૦૦ બોલાઈ, સાંજે રૂ.૧૨૦ના ભાવઘટાડા સાથે રૂ.૧૭,૫૩૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે કોટનનો નવેમ્બર વાયદો રૂ.૧૨૦ના ભાવઘટાડા સાથે રૂ.૧૭,૩૯૦ થયો હતો. કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૨૧.૫૦ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૨૨ અને નીચામાં રૂ.૧,૦૨૦ બોલાઈ, સાંજે રૂ.૨ ઘટી રૂ.૧,૦૨૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૮૨ ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૯૮૩ અને નીચામાં રૂ.૯૬૫ના સ્તરને સ્પર્શી સાંજે રૂ.૫.૨૦ ઘટી રૂ.૯૭૫.૮૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો